Mission Axiom 4: શુભાંશું શુક્લા જશે અંતરીક્ષની મુસાફરી પર, જાણો સમગ્ર પ્રક્રિયા…

Shubhanshu Shukla On AX-4 Mission: Axiom Mission 4 (Ax-4) એક ઐતિહાસિક મિશન છે. ભારત, હંગેરી અને પોલેન્ડ માટે આ મિશન દ્વારા અંતરિક્ષમાં નવા માર્ગ ખુલશે. આ મિશનમાં ભારતની વાયુસેનાના ગ્રુપ કેપ્ટન Shubhanshu Shukla પાયલટ તરીકેની ભૂમિકા ભજવશે. આ મિશન 8 જૂનના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોન્ચ કરવામાં આવશે.

Ax-4 મિશન શું છે?

Axiom Space નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા Ax-4 મિશન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીનું આ ચોથું મિશન છે, જે નાસા અને SpaceX સાથે મળીને હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાથ ધરાશે, જ્યાં Ax-4ની ટીમ 14 દિવસ સુધી સંશોધન કરશે. તેઓ રિસર્ચની સાથે ટેક્નોલોજી પ્રદર્શન અને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ યોજશે. આ મિશન ખાસ કરીને ભારત, પોલેન્ડ અને હંગેરી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેવા દેશો લગભગ 40 વર્ષ બાદ ફરી અંતરિક્ષ યાત્રામાં ભાગ લઈ રહ્યાં છે.

Ax-4 મિશનમાં કોણ-કોણ ભાગ લઈ રહ્યું છે?

• પેગી વ્હિટ્સન – અમેરિકાની નાગરિક, મિશન કમાંડર, ભૂતપૂર્વ નાસા અંતરિક્ષયાત્રી. તેઓ 675 દિવસથી વધુ સમય માટે અંતરિક્ષમાં રહી ચૂક્યા છે.

Shubhanshu Shukla  ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન, ISROના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ચાર અંતરિક્ષયાત્રીઓમાંના એક.

• સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી – યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષયાત્રી, મિશન સ્પેશ્યાલિસ્ટ, વિજ્ઞાની અને એન્જિનિયર.

• ટિબોર કપુ – હંગેરીના અવકાશયાત્રી, સ્પેસ ઓફિસના પ્રતિનિધિ, મિકેનિકલ એન્જિનિયર.

• બેકઅપ યાત્રી – ભારતમાંથી ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાળકૃષ્ણન નાયર બેકઅપ પાયલટ તરીકે અને હંગેરીમાંથી ગ્યુલા સેરેની બેકઅપ અવકાશયાત્રી તરીકે સામેલ.

મિશન Axiom 4 : કેટલા દિવસ માટે અંતરીક્ષમાં જશે શુભાંશું શુક્લા, 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરાશે, જાણો સમગ્ર પ્રક્રિયા 2 - image

મિશનનું ઉદ્દેશ

• વિજ્ઞાનના પ્રયોગ: 60થી વધુ વિજ્ઞાન પ્રયોગો હાથ ધરાશે, જેમાંથી 7 ભારતના છે.

• માઇક્રોગ્રેવિટીમાં સંશોધન: કંપ્યુટર સ્ક્રીનની માનસિક અસર, માઇક્રોએલ્ગી અને સાયનોબેક્ટેરિયા વૃદ્ધિ, માંસપેશીઓ નબળી થવાની અસર વગેરે.

• ખેતી અને સ્વાસ્થ્ય: માઇક્રોગ્રેવિટીમાં મેથી અને મગના બીજની અસર વિશે વિશ્લેષણ.

• આંતરાષ્ટ્રીય ભાગીદારી: મિશન 31 દેશોની ભાગીદારી સાથે કરવામાં આવશે, જેમાં અમેરિકા, ભારત, પોલેન્ડ, હંગેરી, સાઉદી અરબ, બ્રાઝિલ, નાઈજીરીયા અને UAE સામેલ છે.

ટેક્નોલોજીનો પ્રયોગ: આ મિશનમાં નવા સાધનો અને ટેક્નોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવશે. અહીં વિયરેબલ ડિવાઇસ અને iPhone ના સોફ્ટવેરનો કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે પણ તપાસ કરવામાં આવશે.

જાગૃક્તા અને શિક્ષણ: આ મિશનની ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી બાળકો અને શિક્ષકો સાથે રેડિયો દ્વારા વાત કરશે. બ્રાઝિલ અને નાઇઝિરિયાના બાળકો દ્વારા કેટલાક પ્રયોગ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિષયમાં અંતરિક્ષમાં બે બોલની ટક્કર અને પેંડુલમનું અધ્યયન પણ કરવામાં આવશે.

મિશન Axiom 4 : કેટલા દિવસ માટે અંતરીક્ષમાં જશે શુભાંશું શુક્લા, 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરાશે, જાણો સમગ્ર પ્રક્રિયા 3 - image

મિશનની મહત્ત્વની વાતો

લોન્ચ તારીખ: 8 જૂન 2025, સાંજે 6:41  લોન્ચનું સ્થળ: નાસાના કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા

અંતરિક્ષ યાન: SpaceXના Dragon અંતરિક્ષ યાનનો ઉપયોગ કરવામાં આવશે, અને Falcon 9 રૉકેટ લોન્ચ કરવામાં આવશે.

મિશનનો સમય: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 14 દિવસ ખર્ચ: ભારત દ્વારા 548 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

મહત્ત્વ: ગગનયાન મિશન માટે આ મિશનનો અનુભવ બહોળી મદદ કરશે. 2026માં કરવામાં આવનારા ગગનયાન મિશન ભારતનું પહેલું માનવ આધારિત અંતરિક્ષ મિશન છે.

મિશન Axiom 4 : કેટલા દિવસ માટે અંતરીક્ષમાં જશે શુભાંશું શુક્લા, 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરાશે, જાણો સમગ્ર પ્રક્રિયા 4 - image

Shubhanshu Shukla નું જીવન

Shubhanshu Shuklaનો જન્મ 10 ઓક્ટોબર 1985, લખનઉ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 1999માં થયેલા કારગિલ યુદ્ધથી પ્રભાવિત થઈ, તેમણે આર્મીમાં જોડાવવાનો નિર્ણય લીધો. નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યા પછી, 2006માં તેઓ વાયુસેનામાં જોડાયા. તેઓ એક અનુભવી પાયલટ છે અને ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે રશિયાના યૂરી ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધેલી છે, તેમજ બેંગલોરમાં અગાઉની ટ્રેનિંગ પૂર્ણ કરી. માર્ચ 2024માં તેમને ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

ભારત માટે કેમ ખાસ છે આ મિશન?

ઇતિહાસ બનાવવાનો ચાન્સ: 1984 બાદ ભારતમાંથી બીજી વ્યક્તિ અંતરિક્ષમાં જવાનો છે.  ગગનયાનની તૈયારી: આ મિશન ગગનયાન માટે મહત્વનો અનુભવ આપશે.  વિજ્ઞાન પ્રયોગ: ભારતના સાત પ્રયોગો માઇક્રોગ્રેવિટી વિશે નવું શીખવામાં મદદ કરશે.  પ્રેરણા: શુભાંશુના મિશનથી ભારતની નવી પેઢી અંતરિક્ષ વિશે પ્રેરિત થશે.

શું થઈ શકે તકલીફ?

આ મિશનની પહેલે નિર્ધારિત તારીખ 29 મે 2025 હતી, પણ ટેક્નિકલ ખામીઓના કારણે હવે 8 જૂન 2025 કરી દેવામાં આવી. ISROના ચેરમેન V. નારાયણ કહે છે કે SpaceXનું Falcon 9 રૉકેટ અને Dragon બહુ ભરોસાપાત્ર છે, અને મિશન મોડું થવું ચિંતાની બાબત નથી. Ax-4 મિશન ભારત માટે અંતરિક્ષમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.Shubhanshu Shuklaના નેતૃત્વમાં, આ મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાની ઝાંખી કરાવશે, તેમજ ગગનયાન મિશન માટેના માર્ગો ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *