હીરા બજારમાં 15 ઓગષ્ટથી જન્માષ્ટમી સુધી મીની વેકેશન જાહેર કરાયું,કારીગરોમાં ખુશી || સુરતમાં….
|| હીરા બજારમાં 15 ઓગષ્ટથી જન્માષ્ટમી સુધી મીની વેકેશન જાહેર કરાયું,કારીગરોમાં ખુશી ||
- સુરતમાં હીરા ઉધોગમાં પડશે મીની વેકેશન
- મંદી અને જન્માષ્ટમીના પર્વેને લઇ મીની વેકેશન
- કારખાના 10 દિવસ બંધ રાખવા જાહેરાત
- સુરતમાં હીરા બજારમાં મીની વેકશન પડવા જઈ રહ્યું છે,ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં 10 દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે,ત્યારે હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે તેવું વેપારીઓ રટણ કરી રહ્યા છે.પોલિશ્ડ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ યથાવત છે.
સુરતમાં હીરા ઉધોગમા પડશે મીની વેકેશન
- ઓગસ્ટ મહિનો ખાસ કરીને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે,ત્યારે આ મહિનામાં ગુજરાતીઓ તહેવારની મજા માણતા હોય છે,સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટા ભાગના સૌરાષ્ટ્રના છે,ત્યારે તેઓ તેમના વતનમાં તહેવારનો આનંદ લેવા જતા હોય છે,જનમાષ્ટમી અને સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી વેપારીઓ અને કારીગરો તેમના વતન જવા માટે તૈયાર છે,તો બીજી તરફ તહેવાર અને મંદીના માહોલ વચ્ચે ડાયમંડ એસોશિએશને વેકેશન જાહેર કર્યુ છે.
મંદીને પગલે જન્માષ્ટમીના પર્વે મીની વેકેશન
- હેલ્ધી વાતાવરણ ઉભું થાય તે માટે વધારે રજાનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને કારખાના દસ દિવસ બંધ રાખવા જાહેરાત કરાઇ છે.રફ ડાયમંડનો પુરવઠો અને સામે પોલિશ્ડ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.15 ઓગષ્ટથી જન્માષ્ટમી સુધીમાં મીની વેકેશન,10 દિવસ સુધીની રજાઓ આપવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો પર્વ ખુબજ ધામધુમથી ઉજવવામાં આવતો હોય છે,રજાઓથી રફ સપ્લાયર પર પ્રેશર આવે છે અને પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન ઓછુ થાય તો બાયર્સ પર પણ પ્રેસર આવે છે.
સુરત ડાયમંડ બજાર વિશ્વમાં પ્રખ્યાત
- સુરતનુ ડાયમંડ બજાર વિશ્વમાં પ્રખ્યાત છે અને આ ડાયમંડ બજારમાં રોજના કરોડોના હીરાની લેવડ-દેવડ અને પોલિશિંગનુ કામ કરવામાં આવે છે.બીજી તરફ મંદીનો માહોલ અમુક કારખાનાઓ તો બંધ થઈ ગયા છે કામ નહી હોવાથી સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30થી 35 ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે.