AI ની મદદથી AirPods ને હાર્ટ રેટ મોનિટર બનાવા માંગે છે Apple.

શું ખરેખર Apple તેમના AirPods ને હાર્ટ રેટ મોનિટર બનાવા માંગે છે, એ પણ AI ની મદદ થી શું તે ખરેખર શક્ય છે ?

Apple હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી AirPods ને હાર્ટ રેટ મોનિટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. Apple ઈચ્છે છે કે તેનું AirPods હવે એક કરતાં વધુ રીતે કામ કરે. અત્યાર સુધી સાંભળવામાં અસમર્થ વ્યક્તિ માટે એ ઉપયોગી સાબિત થયું છે. જોકે હવે તેને હાર્ટ રેટ મોનિટર બનાવવામાં માટે તૈયારી કરવામાં આવી રહી છે. કંપનીની રિસર્ચ ટીમ દ્વારા એક પેપર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટ રેટ કેવી રીતે મોનિટર કરી શકાય..

AIનો ઉપયોગ હાર્ટ રેટ માટે કેટલો મહત્વનો છે

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે AirPods કેવી રીતે હાર્ટ રેટ મોનિટર કરી શકે. રિસર્ચ અનુસાર, એરપોડ્સ દરેક અવાજને મોનિટર કરશે, તેમ જ બોલતી વખતે હાર્ટનો અવાજ પણ મોનિટર કરશે. આ અવાજના આધારે નક્કી કરવામાં આવશે કે હાર્ટ રેટ કેટલી છે. એ એક અંદાજિત આંકડો હશે, પરંતુ શક્ય છે. જેમ ડોક્ટર ધબકન સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, તેમ જ એરપોડ્સ પણ ઉપયોગી બની શકે. આ માટે એપલની રિસર્ચ ટીમ દ્વારા છ મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં HuBERT, wav2vec2 અને તેમના દ્વારા વિકસિત કોન્ટ્રાસ્ટિવ લેન્ગ્વેજ-ઓડિયો પ્રીટ્રેઇનિંગ મોડલનો સમાવેશ થાય છે. આ મોડલ દ્વારા AirPods હાર્ટનો અવાજ કેટલી સારી રીતે પારખી શકે છે, એ ચકાસવામાં આવ્યું હતું.

Apple દમદાર પરિણામ મેળવ્યું

AI મોડલ હજી સુધી હેલ્થકેર માટે ડિઝાઇન કરવામાં આવ્યા નથી, છતાં તેનો પરીક્ષણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણમાં પરિણામ આશ્ચર્યજનક રીતે ઉત્તમ આવ્યું. સ્ટેથોસ્કોપ કરતા પણ એરપોડ્સ વધુ સારી રીતે કાર્ય કરતા જણાયા. એપલની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડ કરાયેલા હાર્ટના અવાજ પર પરીક્ષણ કર્યું. આ Audio ક્લિપને પાંચ-પાંચ સેકન્ડના સેગમેન્ટમાં વિભાજિત કરવામાં આવી. AI દ્વારા એનાલિસિસ કરીને, પાંચ સેકન્ડમાં કેટલો હાર્ટબીટ છે, તે પરથી એક મિનિટ માટેનો અંદાજ કાઢવામાં આવ્યો.

હાર્ટ સિગ્નલને કેવી રીતે ઓળખાશે ?

AI મોડલ જે હાર્ટ સિગ્નલને ઓળખવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો, તેમાં મિડ-લેવલનું લેયર સૌથી અસરકારક હોવાનું બહાર આવ્યું. આ મોડલમાં આંતરિક લેયર સ્પીચને ફાઇન-ટ્યુન કરવા માટે વધુ ઉપયોગી સાબિત થાય છે. હાર્ટબીટ માટે આ આંતરિક લેયર કોઈ ઉપયોગી નીવડે નહીં, તેથી એપલ ચોક્કસ પાર્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *