તમારા ઘર માં આ 5 Plant ને રોપી દયો, તમારા બધા જ સંકટ ને દૂર કરશે અને વેપાર ધંધા માં લાભ કરાવશે….
Vastushastra : વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ અને કલ્યાણીકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ Plant ઘરમાં રાખવાથી માનસિક શાંતિ મળે છે તે ઉપરાંત સુખ- સંપત્તિ અને ધનમાં વધારો થાય છે. આ Plant ઘરમાં રાખવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કેટલીક સમસ્યામાંથી છુટકારો મળે છે. આવો જાણીએ કે, આવા ક્યા 5 Plant છે, કે જેને ઘરમાં લગાવવા ખૂબ જ શભ માનવામાં આવે છે.

સ્નેક પ્લાન્ટ (Snake Plant)

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નેક પ્લાન્ટ નજરદોષમાં રક્ષણ આપે છે. આ Plant ઓક્સિજનમાં માત્રામાં વધારો કરે છે. તેને ઘરમાં કોઈ પણ ખૂણામાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
મની પ્લાન્ટ (Money plant)

હિન્દુ ધર્મમાં મની પ્લાન્ટને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. આ Plant સુખ- સમૃદ્ધિમાં વધારો કરે છે.
શમી પ્લાન્ટ (Shami Plant)

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શમીનો છોડ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિ આપનારો માનવામાં આવે છે. આ Plant ઘરમાં લગાવવાથી ઘરમાં પ્રેમ,સુખ અને સમૃદ્ધિ બની રહે છે. શમીનો છોડ વિશેષ રુપે શનિને દોષને શાંત કરવામાં સહાયક માનવામાં આવે છે.
તુલસી (Basil Plant)

હિન્દુ ધર્મમાં પૂજનીય તુલસીને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી ઘરમાં લગાવવાથી વાતાવરણ પવિત્ર થાય છે, માનસિક શાંતિ મળે છે અને સ્વાસ્થ્ય માં પણ લાભ થાય છે.
બામ્બુ ટ્રી (Bamboo Tree Plant)

બામ્બુ ટ્રીને શુભ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને સુખ શાંતિ બની રહે છે. આ Plant ઘરમાં પોઝિટિવ વાઈબ્રેશન આપે છે.