PM Modi ગુજરાતના પ્રવાસે, જોરદાર સ્વાગત કરવામાં આવ્યું જુઓ…

PM Modi : ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા PM Modi નું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નારીશક્તિ વડાપ્રધાન ઓવારણા લેવા માટે આતુર છે. વડોદરા શહેરમાં સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પધારી રહેલા વડાપ્રધાનને આવકારવા વિવિધ કલા સમુહોએ એરપોર્ટ રોડ ઉપર ભીડ જમાવી છે.

ઓપરેશન સિંદૂર બાદ PMની પ્રથમ ગુજરાત મુલાકાત

વડોદરા, ભુજ અને અમદાવાદમાં PM Modi કરશે રોડ શો, 9:30 વાગ્યે વડોદરા એરપોર્ટ પર PM Modi નું થશે આગમન, વડોદરામાં 9:30થી 10 વાગ્યા સુધી રોડ શો યોજાશે, વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી PMનો રોડ શો, 11 વાગ્યે દાહોદના ખરોડમાં પહોંચશે PM મોદી.

અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ

PM Modi : તેમાં એક અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી છે. ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી.વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થઇ રહ્યા છે. કેટલીક યુવતીઓ પરંપરાગત વસ્ત્ર પરિધાન ધારણ કરી વિરાસતની ઝાંખી કરાવી રહી છે.

સિંદુર સન્માન યાત્રામાં જોવા મળી સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી

ઓપરેશન સિંદુર યાત્રામાં PM Modi નું સ્વાગત સન્માન કરવા માટે વડોદરાના કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા છે. એરપોર્ટ રોડ ઉપર વડોદરા શહેરના એક કલાવૃંદના સભ્યો ભારત માતા, ઝાંસી કી રાની, મહારાણા પ્રતાપ, મંગલ પાંડે, સુભાષ ચંદ્ર બોઝ, દ્રોપદી મુર્મુના પરિવેશમાં પણ જોવા મળ્યા છે.

વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં આકર્ષણ જમાવતા શાસ્ત્રીય નૃત્યો

વડોદરા ખાતે પધારી રહેલા PM Modi નું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ ભી ઓર વિરાસત ભીનો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. તેમાંય ખાસ કરીને પરંપરાગત વસ્ત્ર પરિધાન ઉપરાંત શાસ્ત્રીય નૃત્યો પણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટ રોડ ઉપર શોભા પર્ફોમન્સ આર્ટ્સ ગ્રુપની પાંચ કલાકાર યુવતીઓ દ્વારા એક સ્ટેજ ઉપર સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નૃત્યો આકર્ષણ જમાવી રહ્યા છે.

આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ

PM Modi : વડોદરામાં સિંદુર સન્માન યાત્રામાં PM Modi ને આવકારવા, સન્માનિત કરવા મુસ્લિમ સમાજની મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો છે. અહીં વડોદરાની નારીશક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી છે. અને ભારતીય નારીઓના સિંદૂરના રક્ષા નાયકનું સ્વાગત કરવા આતુર છે. આદિજાતિ બાંધવો પોતાની આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ પ્રસ્તુત કરી વડાપ્રધાનનું સ્વાગત કરવા પહોંચ્યા છે.

PM Modi ગુજરાતના પ્રવાસે

ઓપરેશન સિંદૂર બાદ PMની પ્રથમ ગુજરાત મુલાકાત

PM Modi : વડોદરા, ભુજ અને અમદાવાદમાં PM કરશે રોડ શો, 9:30 વાગ્યે વડોદરા એરપોર્ટ પર PMનું થશે આગમન, વડોદરામાં 9:30થી 10 વાગ્યા સુધી રોડ શો યોજાશે, વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી PMનો રોડ શો, 11 વાગ્યે દાહોદના ખરોડમાં પહોંચશે PM મોદી.

ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ 3300 કરોડનું ભંડોળ પણ જાહેર કરશે

PM Modi : ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ 2005 એ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી. જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો.

શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થતાં, PM Modi ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025, ગુજરાતની શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેઓ પીએમએવાય હેઠળ 22000થી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે. તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂ 3300 કરોડનું ભંડોળ પણ જાહેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *