Raksha Bandhan 2025 માં રાહુકાળ બનાવશે અશુભ ઘડી – જાણો કયારે રાખડી બાંધવી યોગ્ય રહેશે.
Astro News : Raksha Bandhan પર આ વખતે ભદ્રા નહીં પરંતુ રાહુકાળનો પ્રભાવ, દોઢ કલાકના અશુભ મુહૂર્તમાં નહીં બાંધી શકાય રાખડી…
Raksha Bandhan 2025 આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા, એટલે કે 9 ઑગસ્ટના પવિત્ર દિવસે ઉજવાશે, જ્યાં ભાઈ-બહેનના નાજુક સંબંધોને સ્નેહભરી રાખડીથી ઉજવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વખતે કોઈ પણ અશુભ ભદ્ર યોગનો સંજોગ બનતો નથી, કારણ કે ભદ્ર યોગ સવારના સૂર્યોદય પહેલા જ સમાપ્ત થઈ જશે. પરિણામે, ઘણા જ્યોતિષચાર્યોનું માનવું છે કે આખો દિવસ રાખડી બાંધવા માટે અનુકૂળ રહેશે અને લગભગ સાત કલાક સુધી શ્રેષ્ઠ મુહૂર્ત ઉપલબ્ધ રહેશે.
ત્યાં સુધી બધું સારું જ લાગે છે, પણ એક મહત્વપૂર્ણ બાબત ભૂલવી નહીં જેવી કે – રાહુકાળ. Raksha Bandhan ના દિવસે પણ રાહુકાળની અસર રહેશે, અને જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ ગણાય છે, બિલકુલ ભદ્ર કાળની જેમ. તેથી, રાખડી બાંધતી વખતે રાહુકાળથી બચવું અતિ આવશ્યક છે.
રક્ષાબંધન પર રાહુ કાળ
Raksha Bandhan પર ભદ્ર કાળનો અશુભ છાયો ન હોવાથી લોકોને મોટી રાહત મળી છે, પરંતુ આ રક્ષાબંધન પર રાહુ કાળ અડચણ રુપ બને છે. ચિંતાજનક વાત એ છે કે, સવારે 10થી 12 વાગ્યા દરમિયાન રાહુ કાળ બની રહ્યો છે, જેથી આ સમયે રાખડી બાંધવી યોગ્ય નથી.
રક્ષાબંધન પર કેટલો સમય રહેશે રાહુ કાળ
પંચાંગ પ્રમાણે શ્રાવણી પૂર્ણિમા તારીખ 8 ઑગસ્ટના બપોરે 2.12થી લઈને 9 ઑગસ્ટ બપોર 1.24 વાગ્યા સુધી રહેશે. 9 ઑગસ્ટે રક્ષાબંધન મનાવવામાં આવશે. જેમાં શુભ મુહૂર્ત સવારે 05.47 વાગ્યાથી બપોરે 1.24 મિનિટ સુધી રહેશે. એટલે કે, રક્ષાબંધન મનાવવા માટે 7 કલાક અને 37 મિનિટ શુભ મુહૂર્ત રહેશે. પરંતુ આ દરમિયાન 9.07 વાગ્યાથી લઈને 10.47 કલાક સુધી રાહુ કાળ રહેશે. આ 1 કલાકના સમયગાળામાં બહેન તેના ભાઈને રાખડી બાંધવાથી બચે. રાહુ કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.
ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ
મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ પ્રેમનું પ્રતીક છે, તેથી લાલ રંગની રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકોએ પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા ભાઈને રક્ષાબંધન પર લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. લીલો રંગ તમારા ભાઈના ભાગ્યને ઉજળું કરવામાં મદદરુપ થશે.
કર્ક રાશિ
રક્ષાબંધન પર કર્ક રાશિવાળા ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભાઈને સફળતા અપાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોએ રક્ષાબંધન પર નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ.
કન્યા રાશિ
જો તમારા ભાઈની રાશિ કન્યા હોય, તો રક્ષાબંધન પર તેને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. આ તમારા ભાઈને જીવનમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.
તુલા રાશિ
જે લોકોની રાશિ તુલા છે, તેમણે ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. આ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા ભાઈને લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જીવનમાં મધુરતા આવશે.
ધન રાશિ
જો તમારા ભાઈની ધન રાશિ છે, તો તેણે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. જેથી તેના ભાઈના જીવનમાં ઉર્જા આવે છે.
મકર રાશિ
Raksha Bandhan પર જે ભાઈની રાશિ મકર છે, તેમને આછા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિ
જો તમારા ભાઈની રાશિ કુંભ છે, તો તેને વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આનાથી તેના ભાઈના જીવનમાં સ્થિરતા આવે છે.
મીન રાશિ
મીન રાશિવાળા ભાઈને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવા અવ-નવી માહિતી જાણવા માટે અમારી અમારી સાથે જોડાયા રહો..