GT Vs MI ની મેચ માં હાર યા પાર ની જંગ, જે હારશે એ ટુર્નામેન્ટ ની બહાર….

IPL-2025 GT vs MI Match : આઈપીએલની એલિમિનેટરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો ખેલાશે. ગીલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે સાતત્યભર્યો દેખાવ કરતાં એક સમયે પોઈન્ટ ટેબલમાં ટોપ-ટુમાં સ્થાન મેળવવાની આશા જગાવી હતી. જોકે આખરી બંને લીગ મેચની હારના કારણે તેઓને એલિમિનેટરમાં રમવાનો વારો આવ્યો છે. જ્યારે મુંબઈએ નબળી શરૂઆત બાદ આગવું ફોર્મ મેળવતા ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. હવે આજની એલિમિનેટર મેચમાં હારનારી ટીમ બહાર ફેંકાશે. જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર-ટુમાં રમશે.

IPL-2025 GT vs MI Match

GTની છેલ્લા 4 વર્ષમાં 3 વખત પ્લે ઓફમાં રમી

MI ની ટીમ પાંચ વખત IPL જીતી ચૂકી છે અને તેના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા છે, જેણે 2022માં ગુજરાત ટાઈટન્સને આઈપીએલમાં તેની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. જ્યારે ગુજરાતની ટીમ છેલ્લા ચાર વર્ષમાં ત્રણ વખત પ્લે ઓફમાં રમી ચૂકી છે. કેપ્ટન તરીકે ગીલની સામે પણ આવતીકાલની મેચમાં ટીમને જીતાડવાનો મોટો પડકાર છે. ગુજરાતની ટીમને બટલરની ખોટ પડશે, જેના સ્થાને તેમણે કુસલ મેન્ડિસને કરારબદ્ધ કર્યો છે. જ્યારે મુંબઈને રિકેલ્ટન અને જેક્સની ગેરહાજરી અનુભવાશે. મુંબઈએ તેમના સ્થાને બેરસ્ટો, ગ્લીસન અને અસલાન્કાને ટીમમાં સમાવ્યા છે. 

છેલ્લી બે મેચમાં ગુજરાતનું નિષ્ફળ પ્રદર્શન

GT ની ટીમના બેટ્‌સમેનો છેલ્લી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહ્યા નહતા. આખી સિઝન દરમિયાન ટીમનો મદાર મોટાભાગે ટોપ ઓર્ડરના બેટ્‌સમેન સાઈ સુદર્શન, ગીલ તેમજ બટલર પર જ જોવા મળ્યો છે. શાહરૂખ ખાને પણ એક મેચમાં આક્રમક બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. જોકે રૂથરફોર્ડ, તેવટિયા જેવા બેટ્‌સમેનોએ જવાબદારી ઉઠાવવી પડશે છે. બટલરનું સ્થાન કુસલ મેન્ડિસ કે કરીમ જનત લઈ શકે.

મુંબઈ છેલ્લી ત્રણ મેચમાંથી બેમાં હાર્યું

રિકેલ્ટનની ગેરહાજરીમાં મુંબઈની ટીમ ઓપનિંગમાં રોહિતની સાથે ઈંગ્લેન્ડના બેરસ્ટોને ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈ છેલ્લી ત્રણ મેચમાંથી બેમાં હારી ચૂક્યું છે. સૂર્યકુમારે આગવા અંદાજમાં બેટિંગ કરી છે, પણ તેમને રોહિતની સાથે તિલક તેમજ હાર્દિક જેવા બેટસમેનો પાસેથી જવાબદારીભરી રમતની અપેક્ષા છે. તેઓ અસલાન્કા કે બેવોન જેકોબ્સમાંથી એક પણ તક આપે તેવી શક્યતા છે. 

બોલરોના દેખાવથી GT ચિંતિત

પ્લે ઓફ અગાઉ ગુજરાતની ટીમને બોલરોના કંગાળ દેખાવની ચિંતા સતાવી રહી છે. ખાસ કરીને છેલ્લી મેચમાં જે પ્રકારે લખનઉએ ગુજરાત સામે 235/2 અને ચેન્નાઈએ 230/5નો સ્કોર ખડક્યો છે, તે ટીમને બોલિંગની વ્યુહરચનામાં ફેરવિચારની જરુરિયાતને દર્શાવે છે. ગુજરાતના બોલરોએ છેલ્લી ત્રણ મેચમાં કુલ મળીને 664 રન આપ્યા છે. પી. ક્રિશ્ના 23 વિકેટ સાથે પર્પલ કેપની રેસમા છે, પણ સિરાજની સાથે તેનો દેખાવ પણ કથળ્યો છે. રાશિદ ખાન પણ અગાઉના જેમ પ્રભાવશાળી દેખાતો નથી. 

PBKS vs RCB ની મેચ માં કોણ મારશે બાજી? જુઓ લાઈવ સ્કૉર..

બુમરાહ, બોલ્ટ અને સાન્ટનર અને હાર્દિક પર મદાર

MI ની બોલિંગનો મદાર ટી-20ના સ્પેશિયાલીસ્ટ બોલર બુમરાહ પર વિશેષ રહેશે. તેની સાથે ન્યુઝીલેન્ડનો બોલ્ટ અને સ્પિનર સાન્ટનર પણ કમાલ કરી શકે છે. જ્યારે હાર્દિક પંડ્યા તેમજ દીપક ચાહરની ફાસ્ટ બોલિંગ ટીમ માટે નિર્ણાયક બની શકે તેમ છે. જોકે પંજાબ સામેની છેલ્લી મેચની હાર ટીમના બોલરો માટે આંચકાજનક રહી હતી. અશ્વની કુમાર તેમજ પુથુર જેવા સ્પિનરો પણ નિર્ણાયક બની શકે. 

ગુજરાતની ટીમ 2023 પછી મુંબઈ સામે ક્યારેય હારી નથી

GT ની ટીમ 2023ની સિઝન પછી મુંબઈની સામે ક્યારેય હારી નથી. છેલ્લે 12મી મે 2023ના રોજ રમાયેલી મેચમાં મુંબઈ 27 રનથી ગુજરાત સામે જીત્યું હતુ. જોકે તે પછી રમાયેલી ચારેય મેચમાં સતત ગુજરાતની ટીમે જીત હાંસલ કરી છે. 2023ની સિઝનમાં જ 26મી મેના રોજ રમાયેલી મેચમાં ગુજરાત 62 રનથી જીત્યું હતુ. આ પછી 2024માં ગુજરાતે મુંબઈને છ રનથી હરાવ્યું હતુ. 2025ની સિઝનમાં ગુજરાત મુંબઈને 36 રનથી અને બીજી મેચમાં  ડકવર્થની મદદથી 3 વિકેટથી હરાવી ચૂક્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *