હવનના ધૂમાડાને આગ સમજીને ફાયર બ્રિગેડની ટીમ આવી, કોઇએ આગ લાગી હોવાનો કર્યો હતો કોલ…
ફાયર બ્રિગેડ જોઇને ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેનારા ડરી ગયા હતા, કોલ કરનાર વ્યકિત ભારતીય કલ્ચરથી અજાણ હતો

ભારતમાં ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞા સહજ છે પરંતુ અમેરિકાના ટેકસાસમાં એક ભારતીય પરિવારના ઘરે હવનનો ધૂમાડો જોઇને કોઇએ ફાયર બ્રિગેડને કોલ કરતા આગ ઓલવવા ટીમ આવી હોવાનું બન્યું છે.
ફાયર બ્રિગેડની ટીમને સમજાવ્યું હતું કે જેમને આગ લાગી એવો કોલ કર્યો હતો તે ભારતીય કલ્ચરથી અજાણ હશે. આ કોઇએ આગ સમજીને કોલ કરી દીધો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ જોઇને ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેનારા ડરી ગયા હતા.
ફાયરબ્રિગેડને ધાર્મિક અનુષ્ઠાન વિશે સમજ આપતા ટીમ પાછી ફરી હતી. કેટલાકનું માનવું છે કે આ કોઇ ધાર્મિક વિધીથી અજાણ હોય તેવા વિધર્મી વ્યકિત દ્વારા ફોન થયો હશે.
ભારતમાં આ સાવ સહજ છે રોજ હજારો અનુષ્ઠાનો અને હોમ હવન થાય છે પરંતુ અમેરિકામાં કોઇને અસહજ લાગ્યું હશે આથી જ તો આગ બુઝાવવા ટીમ આવી પહોંચી હશે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયો હતો. વીડિયોમાં હવનનો માહોલ અને પરિવારના સભ્યો આગ બુઝવવા આવેલા કર્મચારીઓ સાથે વાતચિત કરતા જણાય છે.