14 વર્ષ ના દમદાર ક્રિકેટર Vaibhav Suryavanshi ની PM Modi સાથે અનોખી મુલાકાત, PM Modi એ આશીર્વાદ આપ્યા…
રાજસ્થાન રોયલ્સ ના દમદાર ક્રિકેટર Vaibhav Suryavanshi એ વડાપ્રધાન PM Modi સાથે કરી અનોખી મુલાકાત, વડાપ્રધાન PM Modi ના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા…

PM Modi meets 14-year star cricketer Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી 30 મે શુક્રવારના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન PM Modi ને મળ્યો હતો. વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત રમી હતી. વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થઈ ગયો હતો.
PM Modi એ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર લખ્યું, ‘પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ સ્કિલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.’
IPL 2025 માં Vaibhav Suryavanshi નું પ્રદર્શન
Vaibhav Suryavanshi IPL ની વર્તમાન સિઝનમાં કુલ 7 મેચ રમ્યો હતો. જેમાં તેણે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 36.00 નોંધાઈ હતી. તેમજ સ્ટ્રાઈક રેટ 206.55 હતો. તેણે કુલ 122 બોલ રમ્યા, જેમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગાનો સમાવેશ થાય છે.

રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની ઉંમરે IPLમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે આ સિદ્ધિ મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે સોમવારે ગુજરાત ટાઇટન્સ સામે 38 બોલમાં 101 રન બનાવ્યા અને આ લીગમાં સૌથી ઝડપી ભારતીય સદીનો ખિતાબ પણ જીત્યો. આ ઉપરાંત, વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની પહેલી મેચ રમી હતી. આ મેચમાં તેણે શાર્દુલ ઠાકુરના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો.
હવે સદી માટે, તેણે અફઘાનિસ્તાનના વિશ્વના શ્રેષ્ઠ સ્પિનર રાશિદ ખાનના બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી સાબિત થયું કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. જોકે, વૈભવ સૂર્યવંશી માટે આ સફર સરળ રહી નથી. તેણે અને તેના પરિવારે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. તેના પિતાએ પણ તેની ક્રિકેટ કારકિર્દી માટે જમીન વેચી દીધી હતી. વૈભવ સૂર્યવંશીની ઉંમર પર પણ પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ આ યુવાને તાકાત અને દૃઢ નિશ્ચય સાથે પોતાની પ્રતિભાનો પરિચય બધાને કરાવ્યો.