IPL 2025 : CSK Vs GT આજ ની મેચમાં કોણ જીતશે ? જાણો વધુ માહિતી..

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો….

IPL 2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એકબીજા સામે ટકકરાય છે. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે તેનું લક્ષ્ય ટોપ-2 માં સ્થાન મેળવવાનું છે.

IPL 2025

IPL 2025 ની 67મી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે છે. આ મેચ 25 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે તેનું લક્ષ્ય ટોપ-2 માં સ્થાન મેળવવાનું છે.

જો ગુજરાત ટાઇટન્સ CSK ને હરાવે છે, તો તેનું સ્વપ્ન પણ પૂર્ણ થશે અને તેને પ્લેઓફમાં ફાઇનલમાં પહોંચવાની તક મળશે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈની ટીમે અત્યાર સુધી 13 માંથી ફક્ત 3 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. આવી સ્થિતિમાં, તે સિઝનનો અંત જીત સાથે કરવા માંગશે.

IPL 2025 : ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે. જેમાં ગુજરાતે 4 મેચ જીતી, જ્યારે ચેન્નાઈએ 3 મેચ જીતી.ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 230 રન બનાવ્યા

IPL 2025

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ગુજરાત ટાઇટન્સ સામે તોફાની ફિફ્ટી ફટકારી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ગુજરાત ટાઈટન્સ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી, જ્યારે આર. સાઈ કિશોર, રાશિદ ખાન અને શાહરૂખ ખાને એક-એક વિકેટ લીધી છે.

ડેવોન કોનવે અને ડેવાલ્ડ બ્રેવિસની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

CSKએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને કોનવે અને બ્રેવિસે તેમના માટે અડધી સદી ફટકારી. બ્રેવિસે અંતમાં વિસ્ફોટક બેટિંગ કરી જેના કારણે CSK 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *